News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એક વાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે મુંબઈમાં આજે અનરાધાર વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગત ત્રણ-ચાર દિવસથી મુંબઈ(Mumbai)માં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહ્યું હતું ત્યારે આજે દાદર, વરલી, સાયન, ઘાટકોપર, ચેમ્બુર, મુલુંડ, વિક્રોલી અને અંધેરી જેવા વિસ્તારોમાં બપોરે બે વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે મુંબઈમાં આગામી બે દિવસ સુધી વરસાદ(Rain) ચાલુ રહી શકે છે. IMD મુજબ, તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાતી પરિભ્રમણની રચના થઈ છે અને અન્ય ચોમાસાની સિસ્ટમને કારણે શહેરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
