Western Railway Updates: મુસાફરોને થશે હેરાનગતિ, માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ નંબર 20 ના એબટમેન્ટના પુનર્નિર્માણ કાર્ય; કેટલીક ટ્રેનો પ્રભાવિત

Western Railway Updates: માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ નંબર 20 ના એબટમેન્ટના પુનર્નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

by Akash Rajbhar
Some trains affected due to reconstruction work of abutment of bridge number 20 between Mahim and Bandra
Western Railway Updates: પશ્ચિમ રેલ્વે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 20 ના દક્ષિણ એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 24/25 જાન્યુઆરી 2025 અને 25/26 જાન્યુઆરી 2025 ની મધ્યરાત્રિએ મુખ્ય બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વિગતો નીચે મુજબ છે:-

રદ થનારી ટ્રેનો:-

1. 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.
2. 26 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો:-
1. 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ પાલઘર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. 24 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો:-

1. 26 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલીથી શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશિડ્યૂલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો :-

1. 25 જાન્યુઆરી,2025 ની ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 06:15 વાગ્યે ઉપડશે.
2. 26 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે ૦8:15 વાગ્યે ઉપડશે.
3. 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનું રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:40 વાગ્યે ઉપડશે.
4. 26 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનું રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 08:15 વાગ્યે ઉપડશે.
5. 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 45-50 મિનિટ રેગ્યુલેટ થશે.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like