ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જૂન 2021
શુક્રવાર
દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારનો એન. એસ. પાટકર માર્ગ ગયા વર્ષે ઑગસ્ટમાં ભારે વરસાદને કારણે ધસી પડ્યો હતો. VIP રોડ કહેવાતો આ રસ્તો લગભગ 11 મહિના બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ફરી ટ્રાફિક માટે ખુલ્લો મૂક્યો છે. આ રસ્તાના સમારકામ પાછળ ખાસ્સો એવો સમય નીકળી જવાને કારણે પાલિકાના કારભારની ભારે ટીકા પણ થઈ હતી.
બાબુલનાથ મંદિર પાસે આવેલો એન. એસ. પાટણકર રોડ ઑપેરા હાઉસ અને કૅમ્પ્સ કૉર્નરને જોડે છે. ગયા વર્ષે પાંચ ઑગસ્ટના દક્ષિણ મુંબઈમાં રેકૉર્ડબ્રેક વરસાદ પડ્યો હતો. એ સમયે ભારે વરસાદને પગલે આ રસ્તો ધસી પડ્યો હતો. એને કારણે એક મકાનની રિટેનિંગ વૉલ પણ તૂટી પડી હતી. એથી રસ્તાના સમારકામની સાથે જ રિટેનિંગ વૉલના બાંધકામ પાછળ ખાસ્સો સમય ગયો હતો. એ સિવાય આ રસ્તાની નીચેથી પાલિકાની પાણીની પાઇપલાઇન પણ પસાર થતી હતી. એને કારણે પણ રસ્તાના કામમાં વિલંબ થયો હોવાનું પાલિકાનું કહેવું હતું.
મુંબઈમાં ફરી તોળાવા લાગ્યું કોરોના સંકટ, શહેરમાં સક્રિય કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા
અહીં ઉલ્લેખનીય છે કે એન. એસ. પાટણકર માર્ગ બંધ થવાને પગલે હૅન્ગિંગ ગાર્ડન, કમલા નહેરુ પાર્ક અને વાલકેશ્વર તરફનો બી. જી. ખેર માર્ગ પણ બંધ રાખવામાં આવ્યો હતો. મલબાર હિલમાં મહારાષ્ટ્ર સરકારના મોટા ભાગના પ્રધાનોના બંગલા હોવાથી આ વિસ્તાર VIP ગણાય છે. લગભગ 11 મહિના સુધી આ રસ્તા બંધ હોવાને કારણે સામાન્ય નાગરિકોને તો હાલાકી થઈ હતી, પણ અનેક VIP નેતાઓને પણ તકલીફ થઈ હતી.
Join Our WhatsApp Community