News Continuous Bureau | Mumbai
South Mumbai : દક્ષિણ મુંબઇનાં ભોઇવાડા ( Bhoiwada ) વિસ્તારમાં વિતેલા સપ્તાહમાં અમુક અસામાજીકો દ્વારા સ્થાનિક યુવાનોને માર મારવાની બનેલી ઘટના અને ત્યારબાદ સર્જાયેલી તંગદીલીનાં ઉકેલ માટે રાજ્યનાં કેબિનેટ મંત્રી અને મલબાર હિલ ( Malabar Hill ) નાં વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) એ ભોઈવાડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં રહેતા યુવાનો સ્થાનિક નાગરિકો સાથે ચર્ચા કરીને તેમને ન્યાય મળે અને આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમણે પોલસને નિદેશ આપ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024 : રાજ્ય ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યે વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું-કોંગ્રેસની ગેરંટી ચાયના માલ જેવી…
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૮ મી માર્ચે શિવ જયંતિના દિવસે ભોઇવાડા વિસ્તારના યુવાનો અને કેટલાક કટ્ટરપંથી વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ૩૧મી માર્ચે મામલો વધુ બિચક્યો અને ચર્ચા મારામારીમાં ફેરવાઈ ગઈ હતી અને ભોઈવાડા વિસ્તારના યુવકોને કટ્ટરપંથીઓએ માર માર્યો હતો. ભોઇવાડા પોસ્ટગઢી વિસ્તારમાં રહેતા પીડિત યુવકે આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી. ઉલટાનું અહીંના લોકોએ ફરિયાદ કરવા આવેલા બાળકોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેમની સામે ચેપ્ટર કેસ કરવાની ધમકી આપી હોવાની યુવાનોએ ફરિયાદ કરી હતી. અહીંના સ્થાનિકોએ મંત્રી મંગલ પ્રભાત લોઢાને આ મામલાની જાણકારી આપી હતી, જે મુજબ મંત્રી સ્થાનિકોની સમસ્યાઓના નિરાકરણ માટે પોલીસ સ્ટેશન ગયા હતા અને આ યુવાનોને ન્યાય આપવા માટે પોલિસને સુચના આપી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.