News Continuous Bureau | Mumbai
દક્ષિણ મુંબઈના(South Mumbai) મરીન ડ્રાઈવમાં(Marine drive) ઓક્ટોબર 2018માં મોટે ઉપાડે ચાલુ કરવામાં આવેલી મુતરડીમાંથી(Toilet) વાસ આવતી હતી. એટલે ફક્ત ચાર વર્ષની અંદર જ ફરી કરોડ રૂપિયા ખર્ચીને તેને નવેસરથી બાંધવામાં આવતા પાલિકા પ્રશાસનનો(BMC administration) અજબ કારભાર ટીકાને પાત્ર બની ગયો છે.
લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે મરીન ડ્રાઈવમાં પાલિકાએ ઓક્ટોબર 2018માં શરૂ કર્યું હતું. તે શૌચાલય હવે નવેસરથી બાંધવામાં આવ્યું છે અને 19 જુલાઈના તેને ફરી ખોલવામાં આવ્યું છે. તેમ જ આ વખતે પાણીની પૂરતી સગવડ(Water facility) સાથે ખોલવામાં આવ્યું છે.
પાલિકાના અધિકારીના(BMC Official) કહેના મુજબ શૌચાલયમાં અંદરના અને અમુક બહારના ભાગમાં બગડવા માંડ્યા હતા, જેને કારણે તેનું ખાનગી સંસ્થા દ્વારાર સમારકામ કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ ગુજરાતી અને મારવાડીઓને કારણે જ દેશની આર્થિક રાજધાની છે-મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીનું નિવેદન-જુઓ વિડિયો.
ભાજપના(BJP) ભૂતપૂર્વ નગરસેવિકાએ(Corporator) એક મિડિયા હાઉસને જણાવ્યા મુજબ શૌચાલયમાંથી દુર્ગંધ આવતી હોવાની સ્થાનિક નાગરિકો ફરિયાદ કરી રહ્યા હતા. હકીકતમાં 2018માં તેને ચાલુ કરવામાં આવ્યું ત્યારે તેને સ્યુએજ લાઈન(Sewage line) સાથે જોડવામાં આવ્યું નહોતું. તેમાં પાછું પાલિકા દ્વારા નિયમિત રીતે સ્કેપ્ટિક ટાંકી(Skeptic Tank) ખાલી કરીને સાફ કરવામાં આવતી નહોતી. તેથી સતત તેમાંથી દુર્ગંધ આવતી હતી. તેને જો સ્યુએજ લાઈન સાથે જોડવામાં આવ્યું હોત તો આટલો ખર્ચો કરીને તેને નવેસરથી બાંધવું ના પડ્યુ હોત.