પૈસાનું પાણી-મુંબઈમાં મુતરડીમાંથી વાસ આવતી હતી એટલે પ્રશાસને એક કરોડ રૂપિયા ખર્ચીને નવી મુતરડી બનાવી-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઈના(South Mumbai) મરીન ડ્રાઈવમાં(Marine drive) ઓક્ટોબર 2018માં મોટે ઉપાડે ચાલુ કરવામાં આવેલી મુતરડીમાંથી(Toilet) વાસ આવતી હતી.  એટલે  ફક્ત ચાર વર્ષની અંદર જ ફરી કરોડ રૂપિયા ખર્ચીને તેને નવેસરથી બાંધવામાં આવતા પાલિકા પ્રશાસનનો(BMC administration) અજબ  કારભાર ટીકાને પાત્ર બની ગયો છે.  

લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે મરીન ડ્રાઈવમાં પાલિકાએ ઓક્ટોબર 2018માં શરૂ કર્યું હતું.  તે શૌચાલય હવે નવેસરથી બાંધવામાં આવ્યું છે અને 19 જુલાઈના તેને ફરી ખોલવામાં આવ્યું છે. તેમ જ આ વખતે પાણીની પૂરતી સગવડ(Water facility) સાથે ખોલવામાં આવ્યું છે.

પાલિકાના અધિકારીના(BMC Official) કહેના મુજબ શૌચાલયમાં અંદરના અને અમુક બહારના ભાગમાં બગડવા માંડ્યા હતા, જેને કારણે તેનું ખાનગી સંસ્થા દ્વારાર સમારકામ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ ગુજરાતી અને મારવાડીઓને કારણે જ દેશની આર્થિક રાજધાની છે-મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીનું નિવેદન-જુઓ વિડિયો.

ભાજપના(BJP) ભૂતપૂર્વ નગરસેવિકાએ(Corporator) એક મિડિયા હાઉસને જણાવ્યા મુજબ  શૌચાલયમાંથી દુર્ગંધ આવતી હોવાની સ્થાનિક નાગરિકો ફરિયાદ કરી રહ્યા હતા. હકીકતમાં 2018માં તેને ચાલુ કરવામાં આવ્યું ત્યારે તેને સ્યુએજ લાઈન(Sewage line) સાથે જોડવામાં આવ્યું નહોતું. તેમાં પાછું પાલિકા દ્વારા નિયમિત રીતે સ્કેપ્ટિક  ટાંકી(Skeptic Tank) ખાલી કરીને સાફ કરવામાં આવતી નહોતી. તેથી સતત તેમાંથી દુર્ગંધ આવતી હતી. તેને જો સ્યુએજ લાઈન સાથે જોડવામાં આવ્યું હોત તો આટલો ખર્ચો કરીને તેને નવેસરથી બાંધવું ના પડ્યુ હોત.
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!