ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં અમુક વિસ્તાર એવા છે જ્યાં ની જનતા લોકલ પોલીસને ભાજી-મુળા સમજે છે. બીજી તરફ હાલ કોરોના નું સંકટ હોવાને કારણે આવા લોકોને મર્યાદામાં રાખવા જરૂરી છે. આથી મહારાષ્ટ્ર પોલીસે વિશેષ પગલાં લીધા છે. મુંબઈ શહેરમાં સ્પેશિયલ રેપિડ એક્શન ફોર્સની ત્રણ કંપનીઓને ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ શહેરમાં પહેલેથી જ ૧૨ કુમકો તહેનાત છે. હવે અતિરિક્ત કુમકો આવતા આ તમામ દરેક જગ્યા પર ગોઠવવામાં આવી રહ્યા છે.
આમ મુંબઈ શહેરમાં હવે પહેલા કરતા જાપ્તો કડક બન્યો છે.