News Continuous Bureau | Mumbai
મુંબઈથી(Mumbai) બંગાળના(Bengal) દુર્ગાપુર વિસ્તારમાં(Durgapur) જતું સ્પાઇસ જેટ(Spice jet) નું વિમાન તોફાન(Storm) માં ફસાઈ ગયું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બંગાળના ઉપસાગર(Bay of bengal) માં ઓછા દબાણનું પટ્ટો પેદા થયો હતો જેને કારણે વાતાવરણમાં ભારે તોફાન સર્જાયું હતું. વિમાનમાં 185 મુસાફરો સવાર હતા જેમાંથી ૪૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. સ્પાઇસ જેટે આ સંદર્ભે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે તોફાન માં ફસાયેલા વિમાનનું સુખરૂપ રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેમ જ ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : એકદમ બ્યુટીફૂલ.. મુંબઈના ભાયખલ્લા રેલવે સ્ટેશને 100 વર્ષ જુના પોતાના ઓરિજનલ લુક રિસ્ટોર કર્યા..જુઓ સુંદર ફોટાઓ… જાણો વિગતે.
બીજી તરફ જ્યારે વિમાન તોફાન માં ફસાઈ ગયું હતું ત્યારે અને પેસેન્જરોએ વિમાનની અંદર નો વિડીયો મોબાઇલમાં કેદ કર્યો હતો. તોફાન માં ફસાઈ જવાને કારણે પેસેન્જરોના માસ્ક નીચે આવી ગયા હતા તેમજ વિમાન ની અંદર ની વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા(Social media) પર આ વિડીયોની નીચે અમુક લોકોએ કોમેન્ટ કરી છે. વિમાનમાં મુસાફરી કરનાર એક કથિત મુસાફરે લખ્યું છે કે આ એક ભયાનક અનુભવ હતો તેમજ આખા વિમાનમાં ડરનો માહોલ હતો. પોતાની કમેન્ટમાં તેણે એરલાઇન્સના પાઇલટને પણ ટોણો માર્યો છે