Site icon News Continuous Bureau | Mumbai

સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા કેન્દ્રએ અમલમાં મૂકી આ યોજના- મુંબઈના 14 રેલવે સ્ટેશનનો થશે સમાવેશ

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય રેલવેએ(Central Railway ) કેન્દ્ર સરકારના(Central Govt) 'એક સ્ટેશન, એક ઉત્પાદન'(one station one product) ઝુંબેશ હેઠળ સમગ્ર ભારતમાં વિવિધ સ્ટેશનો પર સ્ટોલ મૂક્યા છે જેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનોને(local products) પ્રોત્સાહન આપવાનો છે.  આ યોજના હેઠળ અત્યાર સુધી 50થી વધુ સ્ટેશનનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં હવે મુંબઈના 14 રેલવે સ્ટેશનનો(railway station) પણ સમાવેશ થાય છે.

Join Our WhatsApp Channel

હવે મુંબઈ ડિવિઝનના(Mumbai Divison) અન્ય 14 સ્ટેશનો પર પણ આવા સ્ટોલ શરૂ કરવામાં આવશે. પરેલ, દાદર, શિવ, કુર્લા, ઘાટકોપર, મુલુંડ, નાહુર, થાણે, કલ્યાણ, કર્જત, લોનાવાલા, ઇગતપુરી અને ચેમ્બુર જેવા સ્ટેશનો પર હવે સ્ટોલ શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો :  ખાડાઓ બન્યા વિલન- મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક જ દિવસમાં આટલા લોકોનો લેવાયો ભોગ

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ અત્યાર સુધી 50 રેલવે સ્ટેશનોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનો પર એક સ્ટેશન એક ઉત્પાદન ચાલુ કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત અંતગર્ત રેલવે સ્ટેશનોનો સ્થાનિક ઉત્પાદનના પ્રમોશન અને વેચાણનું કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવવાનો છે.

હાલ આ સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરવાનું કામ ચાલુ છે. આ યોજના માટે રેલવેએ ખાસ ટીમ બનાવી છે, જેમાં લોકપ્રતિનિધિ(Representative), જિલ્લા અધિકારી(District Officer), સ્વયંસેવી સંસ્થા(Voluntary organization), ખાદી ગ્રામોદ્યોગ(Khadi village industry),વગેરે સાથે બેઠક કરીને અને સમન્વય સાધીને યોજનાને અમલમાં મૂકવામાં આવવાની છે.
 

Mumbai FDA Suspends Hotel Licenses FDAની લાલ આંખ, ફૂડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈની ચાર જાણીતી હોટેલોના લાયસન્સ સસ્પેન્ડ
Metro 4 and 4A Thane ટ્રાફિકના જામમાંથી મળશે મુક્તિ! ‘મેટ્રો ૪’ અને ‘૪A’ના ગાયમુખકેડબરી જંક્શન રૂટને મળી લીલી ઝંડી, જાણો ક્યારથી શરૂ થશે સેવા
Mumbai Mega Block Weekend ઘરની બહાર નીકળતાં પહેલાં ખાસ વાંચો, રવિવારે મુંબઈમાં ત્રણેય રેલવે લાઇન પર મેગાબ્લોક, અનેક લોકલ ટ્રેનો થશે રદ
Disha Salian Case Aaditya Thackeray મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેનો હાઈકોર્ટમાં પલટવાર, લગાવ્યા ગંભીર આરોપ
Exit mobile version