News Continuous Bureau | Mumbai
મુંબઈ (Mumbai) ના પશ્ચિમી ઉપનગરમાં દહિસર ઇસ્ટ (Dahisar East) ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ વે (Western Expressway) પર બેસ્ટ પ્રશાસનની બસ (BEST Bus) પર પથ્થરમારો (Stone pelting) કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે રાત્રે આ ઘટના બની હતી. આ સ્થળે મુસાફરોથી ભરેલી બેસ્ટની બસ પર પથ્થરમારો થતાં હોબાળો મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરો (Passenger) ને લઈને બસ દહિસર ટોલ બૂથ (Toll Booth) તરફ જઈ રહી હતી ત્યારે બસ એક કાર સાથે અથડાઈ હતી. આ પછી છથી સાત તોફાની યુવકોએ બસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. બસના આગળના કાચ અને બારીના કાચ પણ તૂટી ગયા હતા. ઉપરાંત આ પથ્થરમારામાં બસના ઘણા મુસાફરો ઘાયલ થયા હતા.
#દહિસરમાં તોફાની તત્વોએ #BESTબસ પર #પથ્થરમારો, અનેક #મુસાફરો થયા #ઘાયલ.. જુઓ #વિડીયો #Mumbai #BESTBus #stonepelting #westernextressway pic.twitter.com/HEwSoEjDCf
— news continuous (@NewsContinuous) November 15, 2022
હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વાયરલ વીડિયોની નોંધ લેતા આ ઘટના સંદર્ભે દહિસર પોલીસે આ યુવકો સામે ગુનો નોંધ્યો છે અને અત્યાર સુધી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. પોલીસ અન્ય આરોપીઓને પણ શોધવા પ્રયાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો: સારા સમાચાર… તો દેશમાં 75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ, આ નિર્ણય મામલે કેન્દ્ર સરકારે કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો?