Site icon

દહિસરમાં તોફાની તત્વોએ BEST બસ પર પથ્થરમારો, અનેક મુસાફરો થયા ઘાયલ.. જુઓ વિડીયો અને જાણો  શું છે સમગ્ર મામલો?

 News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) ના પશ્ચિમી ઉપનગરમાં દહિસર ઇસ્ટ (Dahisar East) ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ વે (Western Expressway) પર બેસ્ટ પ્રશાસનની બસ (BEST Bus) પર પથ્થરમારો (Stone pelting) કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે રાત્રે આ ઘટના બની હતી. આ સ્થળે મુસાફરોથી ભરેલી બેસ્ટની બસ પર પથ્થરમારો થતાં હોબાળો મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરો (Passenger) ને લઈને બસ દહિસર ટોલ બૂથ (Toll Booth) તરફ જઈ રહી હતી ત્યારે બસ એક કાર સાથે અથડાઈ હતી. આ પછી છથી સાત તોફાની યુવકોએ બસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. બસના આગળના કાચ અને બારીના કાચ પણ તૂટી ગયા હતા. ઉપરાંત આ પથ્થરમારામાં બસના ઘણા મુસાફરો ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

 

હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વાયરલ વીડિયોની નોંધ લેતા આ ઘટના સંદર્ભે દહિસર પોલીસે આ યુવકો સામે ગુનો નોંધ્યો છે અને અત્યાર સુધી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. પોલીસ અન્ય આરોપીઓને પણ શોધવા પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: સારા સમાચાર… તો દેશમાં 75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ, આ નિર્ણય મામલે કેન્દ્ર સરકારે કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો? 

Borivali Row: ભાજપના મહિલા નેતાએ દુકાનમાં કરી તોડફોડ, પવિત્ર સ્થાનની મર્યાદા ઓળંગતા વિવાદ વકર્યો; જાણો શું છે સમગ્ર મામલો
Mumbai Road Rage Horror: મલાડમાં રોડ રેજની ખૌફનાક ઘટના: વાહન ચલાવવા જેવી નજીવી બાબતે ૨૫ વર્ષીય યુવકની હત્યા, ટેક્સી ડ્રાઈવર સહિત બે ઝડપાયા
Online Rating Task Fraud Mumbai: ઓનલાઇન ઠગાઈનો કરૂણ અંજામ: ૧૭ વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ૧૧ મહિને આરોપી ઝડપાયો, અંધેરી રેલ્વે પોલીસની મોટી સફળતા
Sanjay Gandhi National Park: મુંબઈગરાં માટે ખુશખબર: સંજય ગાંધી નેશનલ પાર્કમાં ‘વન રાણી’ ફરી દોડશે, હવે વિસ્ટાડોમ કોચમાં માણી શકાશે જંગલની સફર
Exit mobile version