ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14, સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પવઈ લેકમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવતા કેમિકલને તાત્કાલિક બંધ કરવાની માગણી પર્યાવરણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. પાલિકા દ્વારા પવઈ લેકમાં જંગલી છોડને ઊગતા રોકવા તેમ જ પ્રદૂષણને નાથવા માટે આ કેમિકલનો છંટકાવ કરવામાં આવે છે. જોકે આ કેમિકલને કારણે પવઈ લેકમાં રહેલા મગરોને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો પર્યાવરણ નિષ્ણાતોએ કર્યો છે. હાલ પવઈ તળાવમાં લગભગ 40 મગરો હોવાનું માનવામાં આવે છે.
મુંબઈની લોકલ ટ્રેનમાં રાફડો ફાટ્યો, આટલા લાખ પૅસેન્જરો હવે દૈનિક થયા; જાણો વિગત
પવઈ તળાવમાં જંગલી છોડોના વધતા વ્યાપને રોકવા માટે પાલિકા દ્વારા કેમિકલ છાંટવામાં આવતું હોય છે. તેને તાત્કાલિક બંધ કરવાની માગણી પત્ર લખીને કરવામાં આવી છે. આ કેમિકલને કારણે પાણીમાં ફોસ્ફરસનું પ્રમાણ વધી જાય છે. એ પ્રાણીઓ માટે નુકસાનકારક છે. તળાવમાં મગરોની સાથે માછલી – કાચબા સહિતના અન્ય સમુદ્રી જીવો પણ છે.