News Continuous Bureau | Mumbai
પર્યાવરણ(Environment)ના સંવર્ધન માટે અલગ-અલગ મુદ્દાઓ પ્રત્યે અલગ-અલગ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેવું દેખાય છે. મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Ex CM Uddhav Thackeray)એ ગોરેગામ(Goregaon)ના આરે(Aarey) ખાતે મેટ્રો કાર શેડ(Metro carshed)ની ના પાડી દીધી. ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ની એવી દલીલ હતી કે આવું પગલું ભરવાથી મુંબઈ(Mumbai) શહેરના સ્વાસ્થ્યને અસર પહોંચશે.
બીજી તરફ શિવસેના સંચાલિત મુંબઈ મહાનગરપાલિકા(BMC) વિચિત્ર નિર્ણય લઇ રહ્યું છે. ચાલુ વર્ષે મુંબઈ શહેરમાં તમામ મૂર્તિકારો અને પ્લાસ્ટર ઓફ પેરિસ(POP)ની મૂર્તિ(Idols) બનાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આમ એક તરફ પર્યાવરણ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે છે ત્યારે બીજી તરફ ધર્મના નામે પોતાની સુવિધા અનુસાર નિર્ણય લેવાઈ રહ્યા છે તેવું દૃશ્ય સર્જાયું છે.
આ સમાચાર પણ વાંચો :મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ