News Continuous Bureau | Mumbai
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ( FDA ) અધિકારીઓએ જોયું કે મુંબઈમાં મોટી સંખ્યામાં હાથગાડીઓ પર બરી ( bari ) ( Street selling kharvas ) વેચાઈ રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને કુર્લામાં બે બરી ઉત્પાદનની દુકાનો હોવાની માહિતી મળી હતી. તેના આધારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ મંગળવારે કુર્લા પૂર્વમાં બે દુકાનો પર દરોડા પાડ્યા હતા. આ સમયે અધિકારીઓને ખ્યાલ આવ્યો કે બંને જગ્યાએ દરરોજ 400 થી 500 કિલો બરી બનાવવામાં આવે છે. અધિકારીઓએ મુંબઈમાં 400 થી 500 કિલો બરી બનાવવા માટે દૂધના સપ્લાય વિશે પૂછતાં જ દુકાનદારોએ કહ્યું કે તેઓ ગુજરાત રાજ્યની કંપની પાસેથી દૂધ ખરીદે છે. જોકે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ જપ્ત કરાયેલ બરી નકલી ( adulterated food ) હોવાનો દાવો કર્યો છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ કાર્યવાહીની દિશા નક્કી કરવામાં આવશે તેમ પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: શું મહારાષ્ટ્ર સરકાર ગભરાઈ? સરકારી પરિસરમાં શાહી પેન પર પ્રતિબંધ
કુર્લામાં બે દુકાનો પર દરોડા
પહેલી રેડ માં જપ્ત થયોલો માલ – કંપનીનું દૂધ, 448 લિટર, કિંમત – 31 હજાર 360 ખરવાસ: 223 કિગ્રા, કિંમત – 20 હજાર 70
બીજી રેડમાં જપ્ત થયેલો માલ – 638 લિટર દૂધ, કિંમત 44 હજાર 660 ખરવસ. વજન: 236 કિગ્રા, કિંમત – 21 હજાર 240
જપ્ત કરાયેલ માલની કુલ કિંમત – 1 લાખ 17 હજાર 330.