Mumbai: મુંબઈમાં રાજ્ય સરકાર સાથે 175 કરોડની છેતરપિંડી મામલે ACB ની કડક કાર્યવાહી, કુલ 17 આરોપીઓ સામે કેસ દાખલ..

Mumbai: 16 વેપારીઓએ રાજ્ય સરકારને GSTના સ્વરૂપમાં કોઈ ટેક્સ ચૂકવ્યો ન હતો પરંતુ ટેક્સ રિટર્ન તરીકે રૂ. 175.93 કરોડ મેળવવા માટે 39 અરજીઓ સબમિટ કરી હતી. GST પોર્ટલ દ્વારા આ અરજીઓને શંકાસ્પદ બતાવવામાં આવી હોવા છતાં જીએસટી અધિકારીએ જાણીજોઈને આ અરજીઓની ચકાસણી કરી ન હતી

by Bipin Mewada
Strict action by ACB in the case of fraud of 175 crores with the state government in Mumbai, a case has been filed against a total of 17 accused..

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં એન્ટી કરપ્શન બ્યુરો ( ACB ) એ સ્ટેટ GST ઈન્સ્પેક્ટર અને 16 વેપારીઓ વિરુદ્ધ FIR નોંધી છે. સૂત્રોએ જણાવ્યું કે 175 કરોડથી વધુનું કથિત કૌભાંડ થયું છે. સ્ટેટ GST વિજિલન્સ ટીમની તપાસ બાદ, સ્ટેટ GST અધિકારી અને તેની સાથે ષડયંત્રની શંકા ધરાવતા 16 વેપારીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એસીબીના સૂત્રોએ જણાવ્યું કે, આ એફઆઈઆર આઈપીસીની કલમ અધિનિયમની હેઠળ નોંધાયેલ છે. પોલીસ હવે આ કેસમાં મની ટ્રેલની તપાસ કરી રહી છે. 

ACB અનુસાર, આ કૌભાંડ ઓગસ્ટ 2021 થી માર્ચ 2022 ની વચ્ચે થયું હતું. જ્યારે GST અઘિકારી ( GST Officer) રાજ્ય GSTના ઘાટકોપર ( Ghatkopar )  વિભાગમાં સેલ્સ ટેક્સ ઓફિસર તરીકે તૈનાત હતા. તેમના કાર્યકાળ દરમિયાન, 16 વેપારીઓએ નકલી દસ્તાવેજો સબમિટ કર્યા હતા. જેથી તેઓ GSTN નંબર મેળવી શકે. આટલું જ નહીં, રાજ્ય સરકારને ( state government ) કોઈપણ પ્રકારનો GST ચૂકવ્યો ન હોવા છતાં, તેમણે GST રિફંડ માટે 39 અરજીઓ દાખલ કરી હતી જે કુલ 1,75,93,12,622 રૂપિયાની છે.

મિડીયા રિપોર્ટ મુજબ, જીએસટી પોર્ટલની ( GST portal ) બીઓ સિસ્ટમમાં આ કરદાતા નકલી હોવાના સંકેત હોવા છતાં, તેણે તેની ચકાસણી કરી ન હતી અને આ અરજીને નકારી કાઢવાને બદલે તેને સ્વીકારી લીધી હતી અને તેથી જીએસટી અધિકારીએ 16 વેપારીઓ સાથે મળીને આ ષડયંત્ર કર્યું હતું. પોતાના પદનો દુરુપયોગ કરીને રાજ્ય સરકારને રૂ. 1,75,93,12,622નું નુકસાન કર્યું હતું

 વિજિલન્સ રિપોર્ટમાં આરોપી જીએસટી અધિકારી દ્વારા ઘણી ભૂલો દર્શાવવામાં આવી હતી..

મિડીયા રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે, સ્ટેટ GST દ્વારા ACBને આપવામાં આવેલા વિજિલન્સ રિપોર્ટમાં આરોપી જીએસટી અધિકારી દ્વારા ઘણી ભૂલો દર્શાવવામાં આવી હતી, જ્યાં તેણે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. એસીબીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી અધિકારી, જે વર્ગ 2 ના અધિકારી છે, તેમની પાસે રૂ. 5 લાખથી વધુ રિટર્ન ફાઇલો મંજૂર કરવાની કોઈ સત્તા નથી. જો કે, આ કિસ્સામાં તેમણે પ્રોટોકોલની અવગણના કરી અને રૂ. 5 લાખથી વધુની કિંમતની રિટર્ન ફાઇલોને મંજૂરી આપી હતી. આ સિવાય જ્યારે કંપનીઓ વિદેશી નિકાસની વિગતો આપે છે, ત્યારે તેમણે કંપનીની વેબસાઇટ પર આપેલા સરનામાં પર જઈને તેની ચકાસણી કરવી પડતી હોય છે. પરંતુ અહીં કોઈ તપાસ કરવામાં આવી ન હતી.

આ સમાચાર પણ વાંચો :  Water Cut : મુંબઈમાં પાણીકાપ નહીં થાય, રાજ્ય સરકારની ખાતરી બાદ 10 ટકા પાણી કાપનો નિર્ણય રદ્દ કર્યો

દરમિયાન એસીબી એ પણ તપાસ કરી રહી છે કે, અગાઉની તપાસમાં નિયમ મુજબ કેમ જાણ કરવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલાની માહિતી વર્ષ 2022માં સામે આવી હતી. આ પછી વિજિલન્સ વિભાગને તપાસ કરવાનું કહેવામાં આવ્યું. મિડીયા રિપોર્ટે વધુમાં એ પણ દાવો કર્યો હતો કે, વિભાગે હજુ સુધી આ મામલે એફઆઈઆર નોંધાવી નથી. જેના કારણે વરિષ્ઠ અધિકારીઓ પણ તેમાં સામેલ હતા કે કેમ તે અંગે હાલ આશંકાઓ છે.

બીજી તરફ તપાસ અનુસાર, ઘાટકોપરના 16 અને કુર્લાના એક વેપારીને 175 કરોડ રૂપિયાથી વધુનું નોન-રિફંડેબલ રિટર્ન આપવામાં આવ્યું હતું. આ 16 પાસે ફક્ત ત્રણ જ સરનામાં ઉપલબ્ધ હતા અને તમામ વેપારીઓએ જણાવેલા સરનામા ભાડે લીધેલી દુકાનોના હતા અને તેમનો વિસ્તાર 200 થી 300 ચોરસ ફૂટનો હતો. તેમજ આ તમામ દુકાનદારો અસલી નહોતા અને અરજીમાં સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો બનાવટી હતા.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, 6 એપ્રિલ, 2022ના રોજ રાજ્યના ટેક્સ કમિશનરે થાણે ક્ષેત્રના વધારાના સેલ ટેક્સ કમિશનરના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ શોધી કાઢ્યું હતું કે 16 વેપારીઓએ નાણાકીય વર્ષ 2021-2022 માટે 39 રિફંડ અરજીઓ ફાઇલ કરી હતી. જેની કિંમત રૂ. 175 કરોડથી વધુ હતી. આ અરજીઓ ‘વેરા ચૂકવ્યા વિના માલની નિકાસ અને ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર’ શીર્ષક હેઠળ કરવામાં આવી હતી.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, ઘાટકોપર સંબંધિત તમામ કેસ આરોપી અધિકારીને સોંપવામાં આવ્યા હતા, જેમણે GST ઑફિસમાં અરજીઓ પર પ્રક્રિયા કરી અને રિફંડ મંજૂર કર્યા હતા. કુર્લાના વેપારીની અરજી પર અન્ય એક અધિકારી દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હતી. જેને હજુ સુધી એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ આરોપી જીએસટી અધિકારાની ભૂમિકા સામે આવતાં જ તેને મે 2022માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે બીજા અધિકારીને જૂનમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : ‘મને અનંતમાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે…’, દિકરાના પ્રી-વેડિંગમાં ભાવુક મુકેશ અંબાણી..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More