ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી કે વિદેશમાં શિક્ષણ માટે જતા વિદ્યાર્થીઓને આજથી વૉક-ઇન સુવિધા દ્વારા રસી આપવામાં આવશે. મ્યુનિસિપલ કૉર્પોરેશને એવી પણ જાહેરાત કરી હતી કે ૧૮થી ૪૪ વર્ષની વયના શિક્ષણ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે કસ્તુરબા, રાજાવાડી, કૂપર હૉસ્પિટલ ખાતે રસીકરણની વૉક-ઇન સુવિધા ઊભી કરવામાં આવી છે.
જાહેરાત પ્રમાણે આજથી ઑન-સ્પૉટ વૉક-ઇન રસીકરણ શરૂ થયું હતું. દરમિયાન આજે પ્રથમ દિવસે, રસીકરણ કેન્દ્રો પર થોડી મૂંઝવણ હતી. પ્રથમ દિવસે ફક્ત ૫૦ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવવાની હતી, પરંતુ ૫૦૦ વિદ્યાર્થીઓ લાઇનમાં રાહ જોતા હતા. આ વાત મીડિયામાં ફેલાતાંBMCએ તાત્કાલિક ધોરણે નિયમોમાં ફેરબદલ કર્યા હતા અને ૫૦ની જગ્યાએ ૨૫૦ વિદ્યાર્થીઓને દૈનિક ધોરણે રસી આપવાનું નક્કી કર્યું હતું.
મુંબઈગરા આનંદો! આ મેટ્રો લાઇનનું આજે ટ્રાયલ, જાણો ક્યારથી પ્રવાસ કરી શકાશે
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ મુંબઈ મહાનગરપાલિકાએ રસીકરણ માટેના સુધારેલા નિયમોની ઘોષણા કરી હતી. રાજ્યના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ પણ સોશિયલ મીડિયા દ્વારા નવા નિયમો અંગે માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વિદેશમાં શિક્ષણ માટે જતા વિદ્યાર્થીઓ સરળ રીતે રસીકરણ અભિયાનમાં ભાગ લઈ શકશે.