News Continuous Bureau | Mumbai
રવિવારે બહાર પ્રવાસ કરવાનો વિચાર હોય તેમની માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવેમાં(Mumbai Suburban Railway) રવિવારે સેન્ટ્રલ(Central line) અને હાર્બર લાઈન(Harbor Line) પાંચ કલાકનો મેગા બ્લોક(Mega block) રહેશે. તેમ જ રવિવાર હોવાથી લોકલ સર્વિસ(Local service) પણ ઓછી દોડાવવામાં આવશે, તેથી પ્રવાસીઓને હાલાકી થઈ શકે છે.
રવિવારે સેન્ટ્રલ રેલવેના(Central Railway), મુંબઈ ડિવિઝનમાં મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ઉપનગરીય વિભાગોમાં વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો કરવામાં આવશે. તેથી માટુંગા – મુલુંડ(Matunga – Mulund) અપ અને ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારે 11.05 થી બપોરે 03.55 સુધી કામ કરવા આવવાનું છે. તેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિન(Chhatrapati Shivaji Maharaj Terminus) મુંબઈથી ઉપડનારી ટ્રેનો માટુંગા અને મુલુંડ વચ્ચે સવારે 10.25 થી બપોરે 3.36 વાગ્યા સુધી સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. તેમ જ તમામ ટ્રેનો નિર્ધારિત સમય કરતા પંદર મિનિટ મોડી હશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોરોનાના કેસ શેરબજારના આંકડાની જેમ- આજે ફરી નવા દર્દીની સંખ્યામાં થયો વધારો- જાણો આજની કોરોના પરિસ્થિતિ
હાર્બર લાઈનમાં પનવેલ-વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે અપ અને ડાઉન હાર્બર રૂટ પર મેગા બ્લોક હોવાથી ટ્રેન સેવા બંધ રહેશે. જેમાં સવારે 10.33 થી સાંજે 4.05 વાગ્યા સુધી પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે હાર્બર લાઈન પર અપ લાઈનની ટ્રેન સેવા બંધ રહેશે તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ,મુંબઈથી પનવેલ,બેલાપુર વચ્ચે સવારના 9.45 વાગ્યાથી 3.12 દરમિયાન ડાઉન લાઈન બંધ રહેશે.
પનવેલથી થાણે સુધીના અપ ટ્રાન્સહાર્બર રૂટ પરની સેવાઓ સવારે 11.02 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધી અને થાણેથી પનવેલ સુધીના ડાઉન ટ્રાન્સહાર્બર રૂટ પર પણ સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી બંધ રહેશે.
બ્લોક સમયગાળા દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-વાશી વિસ્તાર પર વિશેષ લોકલ દોડશે. થાણે-વાશી/નેરુલ વચ્ચેના ટ્રાન્સહાર્બર રૂટ પર ઉપનગરીય સેવાઓ બ્લોક સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.બેલાપુર/નેરુલ-ખારકોપર વચ્ચેની ઉપનગરીય સેવાઓ બ્લોક સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.