ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. બગીચા, થિયેટર અને એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે પણ ફરી ખુલ્લા કરવામાં આવતા મુંબઈગરાઓ પર્યટન સ્થળ પર ભીડ કરી રહ્યા છે, જેમાં ભાયખલાના રાણીબાગમાં પૅંગ્વિનના નાના બચ્ચા અને બેંગાલ વાઘની જોડીના બચ્ચાએ લોકોમાં ભારે આર્કષણ જગાવ્યું છે. રવિવારે એક જ દિવસમાં ૯,૦૮૦ પર્યટકોએ ભીડ કરી મુકી હતી.
ભાયખલાના વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય (રાણીબાગ)માં પ્રતિદિન સરેરાશ ત્રણથી ચાર હજાર પર્યટકો મુલાકાત લેતા હોય છે. શનિવાર અને રવિવાર સહિત પબ્લિક હોલીડેના દિવસે આ સંખ્યા પાંચ હજારની આસપાસ હોય છે. રવિવારની રજાના દિવસે એક જ દિવસમાં ૧૯,૦૮૦ પર્યટકો રાણીબાગની મુલાકાતે પહોંચી ગયા હતા.
મોટી સંખ્યામાં પર્યટકોની હાજરીને કારણે પાલિકાની તિજોરીમાં પણ ૭,૦૬,૬૨૫ લાખ રૂપિયા જમા થયા હતા. આ અગાઉ શનિવારે ૯,૭૫૪ પર્યટકોએ રાણીબાગની મુલાકાત લીધી હતી. હાલ રાણીબાગમાં પૅંગ્વિનની જોડીનું ઑસ્કર નામનું બચ્ચું અને બંગાળના વાઘની જોડીનું વીરા નામનું બચ્ચું પર્યટકોના માનીતા બની રહ્યા છે.
ડિસેમ્બરમા કોરોનાની ત્રીજી લહેર ચાલુ થતા રાણીબાગ બંધ કરી દેવામાં આવ્યું હતું. મહિના બાદ કોવિડ પ્રતિબંધક નિયમોની સાથે રાણીબાગને પર્યટકો માટે ફરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે