ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર.
ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં પત્રકાર પરિષદ લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ના અધિકારીથી લઈને ભાજપ સામે રોજ નવા નવા આરોપ રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિક કરી રહ્યા છે. હવે તેમણે રવિવારે નવો ધમાકો કરવાની જાહેરાત કરી છે. નવાબ મલિકે દાવો કર્યો છે કે હોટલ ‘ધ લલિત’ સાથે જોડાયેલા તમામ રહસ્ય પરથી તેઓ પદડો ઉઠાવશે.
અત્યાર સુધી NCBના અધિકારી સમીર વાનખેડે સામે અંગંત આરોપ કરનારા મલિક હવે રવિવારે શું ધમાકો કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. અત્યાર સુધી સમીર વાનખેડેના જાતિના પ્રમાણપત્ર પર તેઓ વાંધો ઉઠાવી ચૂકયા છે. એ સિવાય ડ્રગ્સ રેકેટ ચલાવનારાઓ સાથે ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સંબંધ હોવાનો ચોંકાવનારો આરોપ પણ તેઓ કરી ચૂકયા છે. ભાજપના અન્ય નેતા મોહિત કંબોજ સામે પણ તેઓ અનેક સવાલ કરી ચૂકયા છે. હવે નવાબ મલિકે ટ્વીટર પર તેમણે હોટલ ‘ધ લલિત’ માં અનેક ગુપ્ત રહસ્યો છુપાયેલા છે, રવિવારે મળશું કહીને સનસનાટી મચાવી દીધી છે.