News Continuous Bureau | Mumbai
આખરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન(Former Home Minister of Maharashtra) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) સિનિયર નેતા અનિલ દેશમુખને (Anil Deshmukh) રાહત મળે એવી શક્યતા છે. તેમની જામીન અરજી પર સુનાવણી થતી ન હોવાની ફરિયાદ તેમના વકીલે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) કરી હતી. સુપ્રીમ ર્કોટે આજે મુંબઈ હાઈ કોર્ટને(Mumbai High Court) અનિલ દેશમુખની અરજી પણ તાત્કાલિક ધોરણે સુનાવણી કરીને નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
અનિલ દેશમુખની જામીન અરજી પણ તાત્કાલિક સુનાવણી પૂરી કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તે સુનાવણી થઈ હતી. એક જજની સામે સુનાવણી થઈ હતી.
ત્યારબાદ પ્રશાસકીય કારણથી(administrative reason)જજની બદલી થઈ હતી. ત્યારબાદ અનિલ દેશમુખની જામીન અરજી પણ સુનાવણી કરવાનો નકાર આપ્યો હતો. તેથી જામીન અરજી લંબાઈ ગઈ હતી. છેવટે તેમના વકીલે ફરી સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી.
આ સમાચાર પણ વાંચો : BMC પર કબજો કરવા BJPની નવી ફોર્મ્યુલા- મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન બન્યા બાદ ભાજપના આ નેતા આવ્યા એક્શન મોડમાં
આખરે સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખની અરજી પણ સુનાવણી કરીને હાઈ કોર્ટને તાત્કાલિક ધોરણે તેમની જામીન અરજી પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. તેથી તેમના જેલની બહાર આવવાના માર્ગ આડે રહેલી અડચણ દૂર થવાની શક્યતા નિર્માણ થઈ છે.