News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે(Supreme court) મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને(Nawab Malik) એક મોટો ઝટકો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મંત્રી નવાબ મલિકની તાત્કાલિક જમાનત માટેની અરજી(Bail application) ફગાવી દીધી છે.
નવાબ મલિકની અરજીને ફગાવતા કોર્ટે કહ્યું કે, તે આ તબક્કામાં દખલ નહીં કરે. તેઓ જામીન માટે અરજી કરી શકે છે.
બીજી તરફ, મુંબઈની પીએમએલએ કોર્ટે(PMLA court) તેની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) 6 મે સુધી લંબાવી છે.
ઉલ્લેખનીય છે કે મલિકે બોમ્બે હાઈકોર્ટના(bombay high court) આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં હાઈકોર્ટે તેમની તાત્કાલિક મુક્તિ માટેની વચગાળાની અરજી ફગાવી દીધી હતી. મલિક ફેબ્રુઆરીથી EDની કસ્ટડીમાં છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ફરી પોસ્ટરને લઈને એમએનએસ અને શિવસેનાના સામ-સામે, શિવાજી પાર્કમાં લાગ્યા આ પોસ્ટરો. શિવસૈનિકો ઉશ્કેરાયા.. જાણો વિગતે