News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસની(Mumbai Police) મંજૂરી વગર મુંબઈમાં કોઈપણ સ્થળે ડ્રોન(drone) ઉડાડવા પર પ્રતિબંધ છે. ત્યારે તાજેતરમાં મુંબઈના માહિમ(Mahim) અને માટુંગા(Matunga) વિસ્તારમાં લગભગ અડધો ક્લાસ સુધી ડ્રોન ઉડતું રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે, તેને કારણે ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર તેનો વિડિયો ફરી વળ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર સ્થાનિક રહેવાસીએ એક વિડિયો અપલોડ કર્યો છે, જેમાં માહિમ અને માટુંગાના આકાશમાં રાતના સમયે એક ડ્રોન ઉડી રહ્યું હોવાનું જણાયું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં BMC નો 100 ટકા નાળાસફાઈનો પોકળ દાવો -જુઓ વિડિયો
આકાશમાં ઊડી રહેલા ડ્રોનને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિક રહેવાસીએ ટ્વીટર પર તેનો વિડિયો શેર કરીને પોલીસને તેની નોંધ લેવા માટે કહ્યું હતુ. સોશિયલ મિડિયામાં ટ્વિટ થયા બાદ પોલીસે તેની નોંધ લઈને તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે.
Suspicious Drone flying over Mahim Matunga area for nearly 30 mins. @MumbaiPolice pls check. pic.twitter.com/5TMhes35S2
— Jay Shringarpure Adhikrut (@jay4oceans) May 31, 2022