ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
માર્ચ 2019 થી કોરોના નો સમયગાળો ચાલી રહ્યોં છે. આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને અનેક લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરી નાખ્યા છે. આ સંદર્ભે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કડક નિર્દેશ આપ્યા છે. પોતાના આદેશમાં ઉદ્ધવ ઠાકરે મુંબઈ મહાનગર પાલિકાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે આખા મુંબઈ શહેરમાં જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયા હોય તે તમામ જગ્યાએ બુલડોઝર ફેરવી નાખવામાં આવે. આ ઉપરાંત તેમણે મહાનગર પાલિકાના અધિકારીઓને છુટ્ટો દોર આપતાં જણાવ્યું છે કે તેમણે કોઈ પણ પ્રકારના રાજકીય દબાણને વશ થવાની જરૂર નથી.
અરે વાહ! મુંબઈ શહેરમાં પહેલી વખત 'સેફ સ્કુલ ઝોન' બનાવવામાં આવ્યું. જાણો આ નવો કોન્સેપ્ટ શું છે.
મુંબઈ શહેરની આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર બનાવવા માટે રસ્તાના કિનારે તેમજ ફુટપાટ અને સાર્વજનિક વપરાશ ની જગ્યા પર બની આવેલા બાંધકામો પહેલા તોડી નાખવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અને મુખ્યમંત્રીઓ આવા પ્રકારના આદેશ આપી ચૂક્યા છે પરંતુ મુંબઈ શહેરને ઝુંપડા મુક્ત બનાવવાનું સ્વપ્ન કોઈ પૂરું કરી શક્યું નથી.