News Continuous Bureau | Mumbai
મુંબઈને(Mumbai) પાણી પૂરું પાડનારા તળાવોમાંથી(Lakes) એક મોડક સાગર(modak sagar) બુધવારે છલકાઈ ગયું હતું. બહુ જલદી હવે તાનસા ડેમ(Tansa Dam) પણ ઓવરફ્લો(Overflow) થવાની શક્યતા છે. તેથી જિલ્લા પ્રશાસને(District Administration) સ્થાનિક રહેવાસીઓને(local residents) ચેતવણી જાહેર કરી છે.
બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના(BMC) તાનસા ડેમનું હાલનું પાણીનું સ્તર(Water Level) 128.17 મીટર છે. તોતાનસા ડેમનું ઓવરફ્લો લેવલ 128.63 મીટર છે. તાનસા ડેમ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેથી વરસાદને જોતા તાનસા ડેમ ટૂંક સમયમાં ઓવરફ્લો થવાની સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : આ તારીખે વિધાનભવનથી એરપોર્ટ સુધીનો રસ્તો આરક્ષીત રસ્તો હશે-આ છે કારણ સાચવીને ટ્રાવેલ કરજો- જાણો વિગત
તેથી તાનસા ડેમ નીચે અને તાનસા નદી(Tansa River) કિનારે આવેલા ગામોના રહેવાસીઓને તાનસા ડેમ ઓવરફ્લો થવાની ચેતવણી આપવામાં આવી અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. માણિક ગુરસાલે પણ તમામ સંબંધિત સરકારી એજન્સીઓ, તાલુકા કચેરીઓ, પોલીસ અને તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
