ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ચોમાસામાં દરિયાનો કચરો કિનારા પર આવી જાય છે અને બીચ પર ગંદકી ફેલાઈ જાય છે. એ જ રીતે દરિયાના પાણીમાં મિશ્રિત થયેલું તેલ પણ કિનારા પર આવે છે. કફ પરેડના કિનારા પર આ ટાર બોલ્સ ઢસડાઈ આવ્યા છે.
દરિયામાં તરતી બોટમાંથી નીકળતું તેલ અને ઓએનજીસીના પ્રોજેક્ટને લીધે સમુદ્રમાં મોટા પ્રમાણમાં તેલ ગળે છે. આ તેલ ચોમાસામાં માટી સાથે ભળીને તેના ગોળા તૈયાર થાય છે. આ ગોળાને કારણે સમુદ્રમાં રહેલા જીવોને નુકસાન થઈ શકે છે. કફ પરેડના દરિયાકિનારે પ્રથમ વાર આવા ટાર બોલ્સ દેખાયા છે.
મિસ્ટર કૂલની નિમણૂક થઈ ગયા પછી ભડક્યો અજય જાડેજા, કહ્યું : મેન્ટરની શું જરૂર?
આ કિનારાથી નજીક અંદર સમુદ્રમાં રહેલા ૧૬ એકરના પથ્થરને શિવાજીના સ્મારક માટે નક્કી કરાયો છે. આ પથ્થર ઉપર અને કિનારા ઉપર માછલીઓ પોતાનાં ઈંડાં મૂકે છે. કિનારા ઉપર ટાર બોલ્સ શા માટે આવી રહ્યા છે એની તપાસ થવી જોઈએ અને કિનારાને સ્વચ્છ કરવો જોઈએ એવી માગણી ત્યાંના માછીમારો કરી રહ્યા છે.