News Continuous Bureau | Mumbai
ઊંચા ભાડા(High fares) વસૂલવા અથવા નજીકના સ્થળોએ જવાનો ના પાડતા મુસાફરો અને ટેક્સી ડ્રાઇવરો(Passengers and taxi drivers) વચ્ચે હંમેશા દલીલો થતી હોય છે. આવી પરિસ્થિતિમાં જો સાદી અથવા એપ આધારિત ટેક્સી ડ્રાઈવરો સામે ફરિયાદ કરવી હોય તો તમે હવે બિન્દાસ કરી શકશો. કારણ કે તાડદેવ પ્રાદેશિક પરિવહન કાર્યાલય(Taddev Regional Transport Office) (RTO) દ્વારા હેલ્પલાઈન નંબર(Helpline no) 90762 01010 જાહેર કરવામાં આવ્યો છે. તેના પર પ્રવાસીઓ ફરિયાદ કરી શકશે.
RTO દ્વારા આવા પ્રકરણમાં તપાસ બાદ દોષિત વાહન ચાલક પર તેનું લાયસન્સ સસ્પેન્ડ(License suspended) કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેનો અમલ 1 સપ્ટેમ્બરથી કરવામાં આવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : આજે છે ગણેશ ચતુર્થી-જાણો બાપ્પાની મૂર્તિ સ્થાપન નું શુભ મુહૂર્ત તેમજ પૂજાની રીત અને ચંદ્રદર્શન માટે નિષિદ્ધ સમય
ફરિયાદ બાદ જો ડ્રાઇવર દોષિત જણાશે તો સંબંધિત ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવશે. આરટીઓએ મુસાફરોની મદદ માટે વિશેષ ટીમની નિમણૂક કરી છે. આ ટીમનો સંપર્ક કરવા માટે તમે આ નંબર 90762 01010 નો ઉપયોગ પણ કરી શકો છો.
આ ઉપરાંત, જો મુસાફરોને રાત્રિની મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો તમે ઈ-મેલ સરનામા mh01taxicomplaint@gmail.com પર પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકો છો. જો દોષી જણાશે, લાયસન્સ રદ અથવા સસ્પેન્શન, દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તેનો અમલ 1 સપ્ટેમ્બર, 2022થી એટલે કે આવતીકાલથી થશે.
આ સમાચાર પણ વાંચો : શું તમે જાણો છો એશિયામાં સૌપ્રથમ ગણેશોત્સવ કયાં ઉજવાયો હતો? 1878માં શરૂ થયેલી પરંપરા આજે પણ છે કાયમ..