Site icon

હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

આગામી દિવસમાં મુંબઈગરાને હાલાકી વેઠવાનો સમય આવી શકે છે, કારણ કે મુંબઈના ટેકસી અને રિક્ષાવાળાઓ 15 સપ્ટેમ્બર થી પોતાની માંગણી સાથે હડતાળ પર ઉતરી જવાની ધમકી આપી છે.

Join Our WhatsApp Community

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલની સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે હજુ સુધી કેબ અને ટેક્સીના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. સીએનજીના દરમાં વધારાને કારણે ટેક્સી એસોસિએશને ટેક્સી ભાડામાં સુધારેલા ભાડા વધારાનો અમલ કરવામાં આવે એવી માગણી કરી છે. ટેક્સી યુનિયનોએ ભાડા વધારાની માંગણી મંજૂર નહીં થાય તો 15 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની રાજ્ય સરકારને ચેતવણી આપી છે.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી કેસમાં આજે આવશે ચુકાદો- વારાણસીમાં કડક સુરક્ષા- જિલ્લા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય

મુંબઈ ટેક્સીમેન યુનિયનના જનરલ સેક્રેટરી અલ ક્વોડ્રસે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે ઈંધણના વધતા ભાવને ધ્યાનમાં લઈને ટેક્સી ભાડામાં વધારો કરવામાં આવે એવી માંગણી ટેક્સી એસોસિએશને કરી છે.  ટેક્સી યુનિયનો ભાડામાં વધારો કરવા માટે આક્રમક છે અને જો ભાડા વધારાની માગણીને સ્વીકારવામાં નહીં

આવે તો તેઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર જવું પડશે. 15 સપ્ટેમ્બરના દિવસના પહેલા દિવસે અમે જોઈશું કે  સરકાર અમારી માગણીનો સ્વીકાર કરે છે કે નહીં. જો તેઓ કોઈ ચર્ચા નહીં કરે અને કોઈ પગલા નહી લેશે  તો  અમારી બેમુદત હડતાલ ચાલુ રહેશે.

આ સાથે ટેક્સી ડ્રાઈવરો અને રિક્ષા ડ્રાઈવરો એસોસિએશને માંગણી કરી છે કે રાજ્ય સરકાર દ્વારા ભાડા વધારા અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. મુંબઈમાં પ્રતિ કિલોમીટર 25 રૂપિયાનો દર છે, તેમાં હવે 10 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા- આજે આટલા વાગ્યે અહીં કરાશે અંતિમ સંસ્કાર

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version