News Continuous Bureau | Mumbai
મુંબઈના પશ્ચિમ પરાના(Western Suburbans) મલાડ (વેસ્ટ)માં(Malad (West) સેન્ટ મેરી ઇંગ્લિશ સ્કૂલની(St. Mary English School) 26 વર્ષીય શિક્ષિકાનું શુક્રવારે સ્કૂલ લિફ્ટના(school lift) દરવાજામાં ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું. આ ભયાનક ઘટના ત્યારે બની જ્યારે તે લિફ્ટમાં પ્રવેશી હતી, એક પગ અંદર અને તેનું શરીર બહાર હતું. તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જોકે સારવાર પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.
મલાડ(વેસ્ટ)માં ચિંચોલી(Chincholi) ફાટક પાસે આવેલી સેંટ ઈંગ્લિશ સ્કૂલમાં આ બનાવ બન્યો હતો. બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે બનેલી આ ઘટનામાં પ્રાથમિક શાળાના શિક્ષક(Primary school teacher) જીનલ ફર્નાન્ડીઝનો(Geneal Fernandez) જીવ ગયો હતો. શાળાના 6ઠ્ઠા માળે ક્લાસ પૂરો કર્યા પછી, તેણે બીજા માળે સ્ટાફ રૂમમાં પહોંચવા માટે લિફ્ટ લીધી. ત્યારે આ દુર્ધટના બની હતી, જેમાં લિફ્ટ ઉપરની તરફ ખેંચીને તેને 7મા માળ તરફ લઈ ગઈ.
આ સમાચાર પણ વાંચો : રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચો આ સમાચાર- રેલવેએ સેન્ટ્રલ અને ટ્રાન્સ હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક
જીનલ આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરતી હતી. શુક્રવારે બપોરે બીજા માળે જવા તેણે લિફ્ટ પકડી અને હજી તો પગ મુક્યો જ હતો ત્યાં લિફટ ચાલુ થઈ ગઈ હતી અને તે લિફ્ટ સાથે ખેંચાઈને ઉપર ગઈ હતી અને દિવાલ વચ્ચે અટવાઈ ગઈ હતી. તેને ગંભીર ઈજાઓ થઈ હતી. મદદ માટે તેણીની બૂમો સાંભળીને શાળાનો સ્ટાફ અને બાળકો તેની મદદ કરવા દોડી આવ્યા હતા.
તેને નજીક આવેલી ખાનગી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં(private multi-specialty hospital) લઈ જવામાં આવી હતી. જોકે ત્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોતનો અહેવાલ(Accidental death report) (ADR) નોંધી તપાસ હાથ ધરી છે. લિફ્ટના મેઈન્ટેનન્સ એજેન્સીની(Maintenance Agency) પોલીસ તપાસ કરવાની છે.