News Continuous Bureau | Mumbai.
આજે અચાનક બપોરના સમયે મુંબઈ મેટ્રો-1(Mumbai Metro one)નો ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મેટ્રો સેવા(Metro train) અચાનક બંધ થવાના કારણે મુસાફરો(commuters)ને હાલાકી ભોગવવી પડી હતી. ગરમી(Summer)ના મહિનાઓમાં મેટ્રો સેવા ખોરવાઈ જતાં ઘણા મુસાફરો રોષે ભરાયા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈ મેટ્રો-1(Mumbai Metro one)ની ટ્રેનમાં ટેક્નિકલ ખામી(technical glitch) સર્જાતા અંધેરીથી ઘાટકોપર (Andheri to Ghatkopar)તરફ જતી એક ટ્રેનને સાકીનાકા(Sakinaka Station) સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી. મુસાફરો(Commuters)ને બીજી ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. મેટ્રોમાં ટેકનિકલ ખામી સર્જાતા ઘાટકોપર અને વર્સોવા વચ્ચેની મેટ્રો પરિવહન ટ્રેનો મોડી દોડી રહી છે.
જોકે મુંબઈ મેટ્રો ટ્રેનમાં રહેલી ટેકનિકલ ખામીઓ દૂર થતાં હવે ખોરવાયેલો ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. મેટ્રોએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. મેટ્રોએ ટ્વીટ કર્યું, "મેટ્રો ટ્રેન ફરી શરૂ થઈ ગઈ છે અને ટ્રેનો હવે સમયપત્રક મુજબ દોડશે." અસુવિધા માટે અમે દિલગીર છીએ.