ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
તહેવારોમાં થનારી ભીડને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી હાઈ સ્પીડ ટ્રેન તેજસ એક્સપ્રેસમાં એસી કાર સીટને વધારવાનો નિર્ણય લીધો છે. તે મુજબ 22 ડિસેમ્બરથી ટ્રેનમાં વધારાના 78 સીટ ઉપલબ્ધ થશે.
તેજસ એક્સપ્રેસ અત્યાર સુધી અઠવાડિયાના માત્ર ચાર દિવસ આ ટ્રેન દોડતી હતી, તે હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે. તે મુજબ હવે 22 ડિસેમ્બરથી તેજસ એક્સપ્રેસ બુધવારે પણ દોડશે. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 3.45 વાગે ઉપડીને અમદાવાદ રાતના 10.05 વાગે પહોંચશે.
આઈઆરસીટીસીના અધિકારીના કહેવા મુજબ આ ટ્રેનને પ્રવાસીઓનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. કોરોનાને પગલે આ ટ્રેન બંધ કરવામાં આવી હતી, તે સાત ઓગસ્ટ 2021થી ફરી ચાલુ કરવામાં આવી હતી.
લો બોલો! હવે લોકલ ટ્રેનમાં પણ નમાઝ પડવાનું ચાલુ, સોશિયલ મીડિયા પર ફરી વળ્યો તેનો વિડિયો. જાણો વિગત