ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર
મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદની તેજસ એક્સપ્રેસ હવે અંધેરી સ્ટેશને ઉભી નહિ રહે. તેના હોલ્ટને રદ કરવાનો નિર્ણય રેલવે પ્રશાસનને લીધો છે. આ વિશે માહિતી પશ્ચિમ રેલવેના વિભાગીય રેલવે મેનેજર જી.વી.એલ સત્યકુમારે ટ્વીટ કરીને આપી હતી. દિવાળીની રજાઓ દરમિયાન રેલવેમાં પર્યટકોની ભીડ વધી છે. અંધેરી પરનો હોલ્ટ રદ કરવાનો નિર્ણય લેતા પહેલાં લઘુત્તમ આઠ દિવસ પૂર્વે સૂચના આપવી જોઈતી હતી. બહારગામ જનારા પ્રવાસીઓ માટે અંધેરી સ્ટેશન સૌથી મહત્વનું છે. તેથી રેલવે પ્રશાસને હોલ્ટ રદ કરવાના નિર્ણયનો પુનર્વિચાર કરવો તેવી માગણી પ્રવાસીઓ કરી રહ્યા છે.
તેજસ એક્સપ્રેસ શરૂ થતાં જ અંધેરી પર ટ્રેન ઊભી રાખવાનું તાત્પૂર્તુ અને ભવિષ્યમાં તેને રદ્દ કરાશે. તેવું નક્કી કરાયું હતું. પ્રવાસીઓની સુવિધા ટાળવા માટે ચાર દિવસ પહેલાં અંધેરી પરનો હોલ્ટ રદ કરવાની માહિતી આપવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી છૂટીને હવે સીધી બોરીવલી સ્ટેશને થોભશે. જે પ્રવાસીઓ પાસે અંધેરી સુધીની આરક્ષિત ટિકિટ હશે તેમને પર્યાયી સ્ટેશને પ્રવાસ કરવાની સુવિધા અપાશે. તેવું રેલવેના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.