એક તરફ વરસાદ તો બીજી તરફ અસહ્ય ગરમી. થાણામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન.

એક તરફ કમોસમી વરસાદ બધે જ શમી ગયો છે ત્યારે થાણે શહેરમાં ગરમીનો પારો વધ્યો છે. આજે રેકોર્ડ બ્રેક 43.1 તાપમાન નોંધાયું હતું. ઉનાળો અસહ્ય બની રહ્યો હોવાથી બપોરના 12 વાગ્યા પછી થાણેકરો બહાર નીકળવામાં ડરતા હોય છે.

by kalpana Verat
Above average temperatures in Mumbai; June is as hot as May

News Continuous Bureau | Mumbai

થાણે ‘નાગપુર’ બની ગયું છે અને ઘરમાં એસી, કુલર અને પંખા દિવસ દરમિયાન પણ ચાલુ રાખવા પડે છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ઋતુ  ચક્ર પરિવર્તન નો અસર હવે બધી જગ્યાએ વર્તાઈ રહ્યો છે.  માત્ર બે દિવસ પહેલા મુંબઈ શહેરમાં જોરદાર વરસાદ પડ્યો હતો તેમ જ વાવાઝોડાને કારણે અનેક ઝાડો ધરાશાય થયા હતા  ત્યારે બીજી તરફ માત્ર 24 કલાક પછી મુંબઈની નજીક આવેલા થાણામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. 

આ તાપમાન કોઈપણ માણસ માટે સહવું  દુષ્કર થઈ ગયું છે. 

આ સમાચાર પણ વાંચો : અટેન્શન મુંબઈકર.. રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More