News Continuous Bureau | Mumbai
બહુચર્ચિત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન(Mumbai-Ahmedabad bullet train) માટે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં અંડરગ્રાઉન્ડ સ્ટેશન(Underground station) માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે (NHRCL)શુક્રવારે ટેન્ડર બહાર પાડ્યા હતા.
કુલ 508 કિલોમીટરના આ માર્ગ પર 12 સ્ટેશન હશે. તેમાંથી BKC એકમાત્ર સ્ટેશન હશે જે અંડર ગ્રાઉન્ડ બનશે. જમીનમાં 72 મીટર નીચે આ સ્ટેશન બનાવવામાં આવવાનું છે. આ દેશનો પહેલો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ(Bullet train) હોઈ તેની પાછળ 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-પશ્ચિમ રેલવેની આ બે ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વાપીમાં વધારાનો સ્ટોપેજ-જાણો વિગત
NHRCLએ બીજી વખત બીકેસી સ્ટેશન(BKC Station) બાંધવા માટે શુક્રવારે ટેન્ડર(tendur) બહાર પાડ્યા હતા. સ્ટેશનનું કામ કટ એન્ડ કવર સ્વરૂપમાં હશે. સી-વન પેકેજ(C-One Package) હેઠળ કુલ 467 મીટર લંબાઈનુ સ્ટેશન હશે. 66 મીટરનુ વેન્ટીલેશન શાફ્ટ(Ventilation shaft) નાખવામાં આવશે.
જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજેન્સીએ(Japan International Corporation Agency) 0.1 ટકા વ્યાજે 1.08 લાખ કરોડની લોન(Loa) આપી છે. કેન્દ્ર સરકાર(Central Govt) પ્રોજેક્ટ માટે 10,000 કરોડ રૂપિયા તો મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર(Maharashtra and gujarat Govt) પાંચ-પાંચ હજાર કરોડ રૂપિયા આપવાની છે.