176
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઠાકરેએ પહેલી જૂન પછી lockdown લંબાવવાના સંકેત આપ્યા છે. આ સમાચાર વાયુવેગે મુંબઈ શહેરમાં ફેલાઈ જતાં વેપારીઓએ હવે કમર કસી લીધી છે. અનેક વેપારી સંગઠનોએ ક્રમબદ્ધ રીતે સરકારી અધિકારી તેમ જ નેતાઓ સાથે મિટિંગો શરૂ કરી દીધી છે. અનેક નેતા અને સરકારી વિભાગોને આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે.
જોકે અત્યાર સુધી એકેય અધિકારી અથવા નેતાએ વેપારીઓને સકારાત્મક આશ્વાસન આપ્યું નથી.
આ પરિસ્થિતિમાં હવે વેપારીઓ આગામી દિવસોમાં સરકાર સામે બાંયો ચડાવે એવી શક્યતા છે. બધાની નજર પહેલી જૂનના નિર્ણય પર રહેશે.
You Might Be Interested In