ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
મુંબઈના કિનારા પર દુર્લભ કહેવાય એવી માછલીઓ મળી આવી છે. આ માછલીઓનું મોં સસલાના મોઢા જેવું હોય છે, જેને જોઈને માછીમારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રેટીક્યુલેટ યુનિકોર્ન એવું આ માછલીનું નામ છે. રાજ્ય દરિયા કિનારા પર પહેલી વખત આ પ્રકારની માછલીઓ મળી આવી છે. જોકે હજી સુધી આ માછલીઓ ખરીદવામાં મુંબઈગરાએ રસ બતાવ્યો નથી.
શનિવારે મોટી સંખ્યામાં રેટીક્યુલેટ યુનિકોર્ન માછલી સસૂન ડેક પર મળી આવી હતી. માછીમારો દરિયામા માછીમારી કરવા ગયા હતા, ત્યારે તેમની જાળીમાં આ માછલીઓ ફસાઈ હતી. દરિયાઈ જીવના નિષ્ણાતના કહેવા મુજબ સ્થળાંતરને કારણે આ માછલીઓ પશ્ચિમ કિનારા પટ્ટી પર આવી છે.
શનિવારે માછીમારોને મોટી સંખ્યા આ માછલીઓ મળી આવી હતી. જોકે તેને ખરીદવા માટે ગ્રાહકો આગળ આવ્યા નહોતા. આ માછલીઓ મૂળ થાઈલેન્ડમાં મળી આવે છે. 2001ની સાલમાં થાઈલેન્ડમાં આ માછલીઓની પ્રજાતિ મળી આવી છે. ભારતના પશ્ચિમ કિનારા પર જોકે અગાઉ પણ આવી માછલીઓ મળી આવી હતી. ગુજરાત કિનારપટ્ટી પર 2016માં તો કેરળમાં પણ આ માછલીઓ અગાઉ મળી છે.
ચોર ઉલટો કોટવાલને દંડે! પોલીસની મંજૂરી વગર મુંબઈમાં સભા કનારા ઓવૈસીએ સરકારને જ આ મુદ્દે ઘેરવાની કોશિશ કરી. જાણો વિગત
નિષ્ણાતોના કહેવા મુજબ આ માછલીઓ અનેક વિટામીનથી ભરપૂર છે. બી 3, બી 12 સહિત ફોસ્ફરસ, પોટેશિયમ સેલેનિયમ મળે છે. એ સિવાય ફેટી એસિડ અને ઓમાગા 3 પણ આ માછલી ખાનારાને મળે છે. ડિપ્રેશનની બીમારી ધરાવતા લોકો માટે પણ ઉપયોગી છે.