ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
મુંબઈની નજીક આવેલાથાણે વિસ્તારમાં એક ઘરમાં શનિવારે પેસ્ટ કન્ટ્રોલ કરવામાં આવ્યું હતું.આ ઘરમાં એક પરિવાર રહેતો હતો જેમાં ચાર વર્ષની એક બાળકી પણ શામેલ હતી. પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યા પછી તેની તબિયત ખરાબ થવા માંડી. તેમજ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જ્યાં તે બાળકીનું મૃત્યુ થયું. આ સંદર્ભે કસરવડાવલી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પેસ્ટ કન્ટ્રોલ એ એક એવી પ્રક્રિયા છે જેમાં કેમિકલનો ઉપયોગ થાય છે અને શ્વાસમાં તકલીફ થતી હોય છે. આથી જે કોઇ વ્યક્તિને પેસ્ટ કન્ટ્રોલ કરાવવું હોય તેણે ખૂબ સંભાળ રાખવાની જરૂર છે.
