ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જૂન 2021
મંગળવાર
પૉલિટિકલ એજન્ટોની ગુંડાગર્દી અને તેમની ધમકીને પગલે થાણેના એક ડૉક્ટરને શહેર છોડીને ભાગી છૂટવું પડ્યું છે. ભાજપના દાવા મુજબ આ ડૉક્ટરે સોશિયલ મીડિયા પર તેને મળેલી ધમકીનો ઉલ્લેખ કર્યો હતો. ડરના કારણે તેણે પોતાની ટ્વીટ પણ ડિલીટ કરી નાખી હતી.
ભાજપના શહેર પ્રમુખ નિરંજન ડાવખરેના આરોપ મુજબ થાણે પાલિકા સાથે મળીને આ ડૉક્ટરે એક હેલ્થ રિલેટેડ ઇન્શિયેટિવ ચાલુ કર્યું હતું. જોકે થાણેમાં રાજકીય ગુંડાઓએ તેને ધમકાવ્યો હતો. પૈસાને લઈને તેની સતત સતામણી કરવામાં આવી રહી હતી. દાદાગીરીથી કંટાળીને તે શહેર છોડીને ભાગી ગયો હતો. જોકે એ પહેલાં તેણે ટ્વિટર પર ટ્વીટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે રાજ્યના અમુક પૉલિટિકલ એજન્ટથી મારા જાનને જોખમ છે. બહુ જલદી હું તેમનાં નામ જાહેર કરીશ.
આ શ્રેણીના લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરીને વિરોધ દર્શાવશે ; જાણો વિગતે
પોલીસે આ ટ્વીટની નોંધ લીધી હતી અને તેની પાસે માહિતી પણ મગાવી હતી. જોકે એ પહેલાં જ ડરના માર્યા તે શહેર છોડીને ભાગી છૂટ્યો હોવાનો પણ ભાજપે દાવો કર્યો છે.