Site icon

શહેર છોડીને કેમ ભાગવું પડ્યું થાણેના આ ડૉક્ટરને; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પૉલિટિકલ એજન્ટોની ગુંડાગર્દી અને તેમની ધમકીને પગલે થાણેના એક ડૉક્ટરને શહેર છોડીને ભાગી છૂટવું પડ્યું છે. ભાજપના દાવા મુજબ આ ડૉક્ટરે સોશિયલ મીડિયા પર તેને મળેલી ધમકીનો ઉલ્લેખ કર્યો હતો. ડરના કારણે તેણે પોતાની ટ્વીટ પણ ડિલીટ કરી નાખી હતી.

ભાજપના શહેર પ્રમુખ નિરંજન ડાવખરેના આરોપ મુજબ થાણે પાલિકા સાથે મળીને આ ડૉક્ટરે એક હેલ્થ રિલેટેડ  ઇન્શિયેટિવ ચાલુ કર્યું હતું. જોકે થાણેમાં રાજકીય ગુંડાઓએ તેને ધમકાવ્યો હતો. પૈસાને લઈને તેની સતત સતામણી કરવામાં આવી રહી હતી. દાદાગીરીથી કંટાળીને તે શહેર છોડીને ભાગી ગયો હતો. જોકે એ પહેલાં તેણે ટ્વિટર પર ટ્વીટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે  રાજ્યના અમુક પૉલિટિકલ એજન્ટથી મારા જાનને જોખમ છે. બહુ જલદી હું તેમનાં નામ જાહેર કરીશ.

આ શ્રેણીના લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરીને વિરોધ દર્શાવશે ; જાણો વિગતે

પોલીસે આ ટ્વીટની નોંધ લીધી હતી અને તેની પાસે માહિતી પણ મગાવી હતી. જોકે એ પહેલાં જ ડરના માર્યા તે શહેર છોડીને ભાગી છૂટ્યો હોવાનો પણ ભાજપે દાવો કર્યો છે.

Eknath Shinde: મુંબઈથી નવી મુંબઈનો પ્રવાસ થશે સરળ! જાણો કેમ ઉપમુખ્યમંત્રીનો ‘આ’ મહત્વાકાંક્ષી પ્રસ્તાવ છે ચર્ચામાં?
Mumbai Water Cut: મુંબઈવાસીઓ માટે જરૂરી સમાચાર: ૭ થી ૯ ઓક્ટોબર દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ૧૦% પાણીકાપ
Gold Price Fall: સોનાના ભાવ ૮૦,૦૦૦ સુધી ગગડી શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે.
Mumbai crime news: મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: વેપારીને બેભાન કરીને ₹૧૦ લાખના સોના-હીરાના દાગીના ચોરનાર મહિલા પકડાઈ
Exit mobile version