248
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
થાણામાં આવેલા માછીવાડ વિસ્તારમાં એક હાઇરાઇઝ બિલ્ડિંગ પરથી કાચબો નીચે પડતા તેનું મૃત્યુ થયું. વાત એમ છે કે અહીં 20માં માળે રહેતા એક વ્યક્તિએ ઘરે કાચબાને રાખ્યો હતો. કોઇ કારણસર આ કાચબો 20માં માળેથી નીચે પડી ગયો પહેલા તે એક બેંચ સાથે ટકરાયો અને ત્યારબાદ જમીન ઉપર પડતાં આખો છુંદાઈ ગયો. આ સંદર્ભે નો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારબાદ અમ્મા કેર ફાઉન્ડેશન અને પ્લાન્ટ એન્ડ એનિમલ વેલફેર સોસાયટી દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી. તેમજ પોલીસ વિભાગને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી. આ ફરિયાદના આધારે પોલીસ વિભાગે ગુનો નોંધ્યો તેમજ કાચબા ના માલિક ની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મુંબઈ શહેરમાં રસીકરણ હવે આટલા વાગ્યા પછી જ શરૂ થશે. સમયનો પ્રતિબંધ આવી ગયો.

You Might Be Interested In