The ₹9 Lakh Honey Scam: અશોક ખરાતની ‘મધમીઠી’ લૂંટ! ૯ લાખનું એક કિલો મધ બતાવી કરોડો પડાવ્યા; પાખંડી બાબાના પાપનો ઘડો ભરાયો.

The ₹9 Lakh Honey Scam: તુર્કીની દરિયાઈ ગુફાઓમાંથી મળતા ‘એલ્વિશ હની’ ના નામે વેપારીઓ અને નેતાઓને ઠગ્યા, શારીરિક નબળાઈ દૂર કરવાના બહાને વસૂલતા લાખો રૂપિયા.

by Akash Rajbhar
The 9 Lakh Honey Scam Self-styled Godman Ashok Kharat Duped People with Fake 'Turkish Elvish Honey SIT Deepens Probe in Nashik

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના નાસિકમાં ભોંદુ બાબા અશોક ખરાત સાથે જોડાયેલા કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. પોતાને અવતારી પુરુષ ગણાવતો અશોક ખરાત માત્ર ધર્મના નામે જ નહીં, પરંતુ ‘ચમત્કારી દવાઓ’ ના નામે પણ લોકોને લૂંટતો હતો. હવે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે ‘તુર્કી શહદ’ (Elvish Honey) ના નામે એક મોટું જાળ બિછાવ્યું હતું, જેમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ પણ ફસાયા છે.

તુર્કીની દરિયાઈ ગુફાઓ અને ‘એલ્વિશ હની’ નું જુઠાણું

અશોક ખરાત દાવો કરતો હતો કે તે અત્યંત દુર્લભ ‘એલ્વિશ હની’ વેચે છે, જે તુર્કીની દરિયાઈ ગુફાઓમાંથી કાઢવામાં આવે છે. તે લોકોને એવું કહીને ગુમરાહ કરતો કે આ મધમાં શારીરિક અને યૌન નબળાઈ દૂર કરવાની અદભૂત શક્તિ છે. ખાસ કરીને યૌન સમસ્યાઓથી પીડાતા લોકોને તે પોતાનો શિકાર બનાવતો હતો અને આ મધને ‘ચમત્કારી અમૃત’ તરીકે ઓળખાવતો હતો.

આ સમાચાર પણ વાંચો : Relief Amid Oil Crisis: મોદી મેજિક? તેલના કકળાટ વચ્ચે ખાડી દેશો ભારતની વહારે! UAE-સાઉદીથી તેલના જહાજો રવાના; જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન.

૧ કિલો મધની કિંમત ૯ લાખ રૂપિયા!

આ નકલી મધની કિંમત સાંભળીને તપાસ એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. અશોક ખરાત ૧ કિલો મધના ૯ લાખ રૂપિયા સુધી વસૂલતો હતો. SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના સૂત્રોના જણાવ્યા મુજબ, આ છેતરપિંડી દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી છે. આ પૈસા તે સીધા પોતાની પાસે રાખવાને બદલે પોતાના ટ્રસ્ટના ખાતામાં જમા કરાવતો હતો, જેથી કાળા નાણાંને સફેદ (Money Laundering) કરી શકાય.

SIT ની તપાસ અને ૫ ગુનાઓ દાખલ

અત્યાર સુધી અશોક ખરાત વિરુદ્ધ છેતરપિંડી, મહિલાઓના યૌન શોષણ અને અંધશ્રદ્ધા ફેલાવવાના કુલ ૫ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. આજે તેની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને નાસિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. SIT એ પીડિતોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અને લોકોને અપીલ કરી છે કે જો તેઓ આ પાખંડી બાબાનો શિકાર બન્યા હોય તો ડર્યા વગર ફરિયાદ નોંધાવે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More