News Continuous Bureau | Mumbai
નવરાત્રીના(Navratri) પાવન અવસરે BEST મુંબઈગરા માટે સ્પેશિયલ ઓફર(Special offer) લઈને આવ્યું છે. ડિજિટલ ટ્રાવેલને(Digital Travel) પ્રોત્સાહન આપવા માટે, બેસ્ટ વહીવટીતંત્ર(Best administration) નવરાત્રીના તહેવાર દરમિયાન એક ખાસ ઑફર લાવવામાં આવી છે, જેમાં માત્ર 19 રૂપિયાની ટિકિટમાં(BUS Ticket) નવરાત્રી દરમિયાન બસની 10 ટ્રીપનો લાભ મળશે.
આ ઓફરનો લાભ લેવા માટે મુંબઈગરાએ જોકે બેસ્ટની “ચલો એપ”(Chalo App) ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલમાં એપ્લિકેશન(application) ડાઉનલોડ કર્યા બાદ તેમાં બસ પાસ વિભાગમાં ઑફર્સ શોધો. તેમાં દશેરા ઓફર પસંદ કરો. તમારી વિગતો અહીં દાખલ કરો અને રૂ.19ની ઓનલાઇન ચુકવણી કરો. તમે બસમાં ચડ્યા પછી,સ્ટાર્ટ ટ્રિપ ઓન કરો બટન દબાવો. ત્યાર બાદ ટિકિટ મશીન પર તમારા ફોનને ટેપ કરો. મશીન પર ચેક થયા બાદ તમને એપ્લિકેશન પર જ પ્રવાસની ડિજિટલ રસીદ(Digital receipt) મળશે. આ સમગ્ર વ્યવહાર કેશલેસ અને પેપરલેસ છે.