ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરમાં લોકડાઉન ચાલુ રહેશે કે નહીં એ સંદર્ભે વેપારીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર આદિત્ય ઠાકરેએ આ વિષય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. સીએનબીસી એશિયા ટેલિવિઝન ચૅનલને ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે પહેલી જૂન પછી લોકડાઉનને ચાલુ રાખવું કે નહીં એ કેટલા કેસ નોંધાઈ રહ્યા છે એના ઉપર આધારિત છે.
પોતાના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે સરકારને લોકડાઉન લાવવું પડ્યું છે, કારણ કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો પહેલી જૂન સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા છે ત્યાં પણ પ્રતિબંધોની આવશ્યકતા છે, જેથી પરિસ્થિતિ હાથબહાર ન નીકળી જાય.
આમ આદિત્ય ઠાકરેએ જે નિવેદન આપ્યું છે એનાથી ચેતવા જેવું છે.