શોકિંગ! સત્તાધારીએ બેસ્ટના ઈ-બસના કોન્ટ્રેક્ટ પાકિસ્તાની એજેન્ટને આપ્યા, ભાજપના આ નેતાએ વિધાનસભામાં કર્યો ચોંકાવનારો આરોપ… જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈની ઈ-બસના કોન્ટ્રેક્ટને લઈને ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે વિધાનસભામાં ગંભીર જ આરોપ કર્યા છે.
યુરોપિયન યુનિયન સહિત વિશ્વના અનેક દેશોએ જેને કૌભાંડબાજ તરીકે જાહેર કર્યો છે અને પનામા પેપર્સમાં જેનું નામ આવ્યું છે, તે પાકિસ્તાની એજેન્ટને બેસ્ટની ઈ-બસના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવાનો આરોપ વિધાનસભ્ય આશિષ શેલારે વિધાનસભામાં કર્યો છે.

વિધાનસભાના બજેટની ચાલી રહેલી ચર્ચા દરમિયાન આશિષ શેલારે એવો આરોપ કર્યો હતો કે બેસ્ટના કાફલામાં નવી ઈ-બસ લેવામાં આવવાની છે. આ બસના પહેલા ટેન્ડર એ ફક્ત 200 બસ માટે કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી બસની સંખ્યા વધારીને 900 કરવામાં આવી હતી. ફરી તેમાં વધારો કરીને 1400 કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાના માથે કોરોનાની ચોથી લહેરનું જોખમ, મુંબઈ મનપા થઈ સજ્જ. કરી લીધી આ તૈયારીઓ.. જાણો વિગતે

મુંબઈના રસ્તા પર તેની ટેસ્ટ નહીં કરતા આટલી મોટી સંખ્યામાં બસ ખરીદવામાં આવી રહી છે અને જે કંપની સાથે આ કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે, તેના વ્યવહારમાં ગડબડ હોવાનો આરોપ પણ શેલારે કર્યો હતો. જે વિદેશી કંપની પાસેથી બસ ખરીદવામાં આવવાની છે, તેને 2,800 કરોડ રૂપિયા આપવાનું માન્ય કરવામાં આવ્યું છે. આ કંપનીની ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર એ કેનેડાનો નાગરિક છે અને તેનુ નામ તુમુલૂરી છે અને તેને વૈશ્ર્વિક સ્તરે કૌભાંડબાજ જાહેર કરવામાં આવ્યો છે. તેણે યુરોપિયન યુનીયન સિહત માલ્ટા, કેનેડામાં હજારો કરોડ રૂપિયાના કૌંભાડ કર્યા હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. તુમુલૂરી સામે વિવિધ દેશમાં  ગંભીર સ્વરૂપના ગુના નોંધાયા છે.

જે કંપની સાથે કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે, તે કંપનીમાં બે મોટા રોકાણકારોના પૈસા છે, તેમના નામ પનામ પેપરમાં જાહેર થયા હતા. તેમાનો એક માણસ પાકિસ્તાની એજન્ટ હોઈ તે લિબિયામાં કામ કરે છે. તે હવાલા રેકેટ ચલાવવાનો કામ કરે છે અને તે શસ્ત્રો પણ પૂરા પાડે છે એવો આરોપ પણ આશિષ શેલારે કર્યો હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment