ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 12 જૂન 2021
શનિવાર
મુંબઈ શહેરમાં જૂન મહિનાની પહેલી તારીખથી છૂટોછવાયો વરસાદ ચાલુ છે. જોકે ગત ત્રણથી ચાર દિવસમાં ભારે વરસાદ પડતાં આશરે 560 મિમી જેટલો વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે. આ વરસાદ મુંબઈ શહેરના આખા જૂન મહિના સુધીમાં જેટલો વરસાદ વરસે છે એના સમકક્ષ છે. હવામાન વિભાગે હજી બે દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરે ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે.
મુંબઈ શહેર માટે મોટું એલર્ટ, ફાયર બ્રિગેડને આ આદેશ અપાયો; જાણો વિગત