ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ છે, ત્યારે ભાજપને ફટકો પડયો છે. ભાજપના એક નગરસેવકનું પદ રદ થઈ ગયું છે. તો સત્તાધારી શિવસેનાના એક બેઠકનો ફાયદો થયો છે અને હવે શિવસેનાના નગરસેવકોની સંખ્યા 98 થઈ ગઈ છે.
મુંબઈના વોર્ડ નંબર 159ના ભાજપના નગરસેવક પ્રકાશ મોરેનું રદ થઈ ગયું છે અને તેમના સ્થાને શિવસેનાના કોમલ જામસાંડેકરને નગરસેવક બનાવવાનો કોર્ટે આદેશ આપ્યો છે.
વર્ષ 2017માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 159માંથી ભાજપમાંથી પ્રકાશ મોરે જીતી ગયા હતા. શિવસેનાના કોમલ જામસાંડેકર બીજા નંબર આવ્યા હતા.
ચૂંટણીમાં પ્રકાશ મોરેએ એફિડેવિડમાં માહીતી છુપાવી હોવાનો આરોપ કરીને તેમનું નગરસેવક પદ રદ કરવાની માગણી કોમલ જામસાંડેકરે કરી હતી.
છેક પાંચ વર્ષે જયારે ફરી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે કોર્ટે પ્રકાશ મોરેનું નગરસેવક પદ રદ કરવાનો આદેશ આપ્યો છે.
કોમલ જામસાંડેકરને કોર્ટે વિજયી જાહેર કર્યા છે, છતાં હાલની પાલિકી મુદત સાત માર્ચે પૂરી થઈ રહી હોવાથી તેમને કોઈ ફાયદો થવાનો નથી.
પાલિકામાં નગરસેવકોનો કાર્યકાળ સાત માર્ચ સુધીનો છે. ત્યારબાદ ચૂંટણી યોજાતી નથી ત્યાં સુધી પ્રશાસક રહેશે .