ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
કોરોનાની સંભવિત ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં લેતાં, મુંબઈ મહાનગરપાલિકા પહેલાંથી જ જરૂરી પગલાં લઈ રહી છે. ત્રીજી લહેર સામે અસરકારક રીતે લડવા માટે આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ અંગે માહિતી આપી હતી અને લોકલ ક્યારે બધા માટે ખુલ્લી મુકાશે એ અંગે પણ વાત કરી હતી.
મુંબઈમાં 50 ટકાથી વધુ વસ્તીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે ૧૫ ટકાથી વધુ લોકોએ બંને ડોઝ લીધા છે, જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમને થોડી છૂટ આપવાની વિચારણા કરવામાં આવી રહી છે અને આગામી આઠ દિવસમાં ચોક્કસ છૂટછાટ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે, એમ કાકાણીએ જણાવ્યું હતું.
વરસાદ શરૂ થયો અને મુંબઈવાસીઓ ઘેલા થયા; ભૂસી ડૅમ પાસે ભયંકર ભીડ, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે બંને ડોઝ લઈ લીધેલી વ્યક્તિને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવાની માગ લોકો છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છે. જોકે લોકલ અંગેના સવાલમાં કાકાણીએ કહ્યું હતું કે તે નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકારના હાથમાં છે. હવે તેમના આ નિવેદનથી એવી અટકળો વધી છે કે લોકલ ટ્રેનમાં જેમને રસીના બંને ડોઝ મળી ગયા છે તેવા લોકોને જવાની પરવાનગી મળશે.