મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર : ત્રણ વર્ષમાં પહેલીવાર મુંબઈને પીવાનું પાણી આપતા તળાવોમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

08 સપ્ટેમ્બર 2020

હાલમાં મુંબઈને પાણી પહોંચાડતા તમામ સાતે સાત  તળાવોમાં કુલ 14 લાખ 17 હજાર 931 લાખ લિટર પાણીનો સંગ્રહ થયો છે. આ સંગ્રહ છેલ્લા ત્રણ વર્ષને ધ્યાનમાં લઈએ તો સૌથી વધુ છે. આનાથી મુંબઇકરોને મોટી રાહત મળી છે. 

મુંબઈને દરરોજ 3800 લાખ લિટર પાણીની જરૂર પડે છે. અહીંના સાત તળાવો મોડકસાગર, તાનસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, ભાતસા, તુલશી, વિહાર જેવા સાત તળાવોમાંથી પાણી પુરું પાડવામાં આવે છે. મુંબઈને આખા વર્ષ દરમિયાન પૂરતું પાણી પહોંચાડવા આગામી 1 ઓક્ટોબર સુધીમાં કુલ 14 લાખ 47 હજાર 363 લાખ લિટર પાણી એકઠું કરવાની જરૂર છે. પરંતુ ઓગસ્ટની શરૂઆત સુધી માત્ર 35 ટકા જ પાણીનો સંગ્રહ થઈ શક્યો હતો. જેને પગલે 5 ઓગસ્ટથી 20 ટકા પાણીનો કાપ લાગુ કરવામાં આવ્યો હતો.

જો કે, ઓગસ્ટમાં ભારે વરસાદને કારણે, 19 ઓગસ્ટથી પાણીનો કાપ 10 ટકા  કરી દેવામાં આવ્યો હતો. વાત કરીએ તમામ સાત તળાવોની તો હાલમાં 14,17,931 લાખ લિટર પાણી એકઠું થયું છે. મુંબઈને દૈનિક જોઈતા પાણીના પુરવઠાને ધ્યાનમાં લેતા, આ પાણી આગામી 373 દિવસ માટે પૂરતું રહેશે. આનો અર્થ એ છે કે હાલમાં તળાવમાં આખા દિવસની મુંબઈની જરૂરિયાત કરતાં આઠ દિવસનું વધુ પાણી છે..

7 સપ્ટેમ્બરની ત્રણ વર્ષની સ્થિતિ –

વર્ષ        લીટર        ટકાવારી

2018  1397681  96.57 

2019  1415978  97.83 

2020  1417931  97.97

સપ્ટેમ્બર 7 પર પાણી સંગ્રહ (મિલિયન લિટરમાં) 

તળાવ  પાણી સંગ્રહ કરવાની  ટકાવારી 

અપર વૈતરણા–  219815 —  96.81 

મોડાસાગર–  128310 —  99.52 

તાનસા–   144828 —  99.83 

મધ્ય વૈતરણા–   187329 —  96.80 

ભાતસા–   701947 —  97.90 

વિહાર–   27698 —  100 

તુલસી–   8002 —  99.46

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!