ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,9 એપ્રિલ 2021.
શુક્રવાર.
દેશભરની સામાન્ય નાગરિક જ્યારે કોરોના મહામારી પીડાઈ રહી છે અને સારવાર અર્થે અહિયાં ત્યાં ફાંફા મારે છે. ત્યાં જ દિલ્હી અને મુંબઈમાં અમુક મેડિકલ ક્ષેત્રની કંપનીઓ એવી પણ છે કે જે લોકો ઘરમાં જ હોસ્પિટલ જેવી સુવિધા અને સગવડ આપવા તત્પર થયા છે.
મેડિકલ ક્ષેત્રની આ કંપનીઓ દ્વારા સુવિધા અત્યારે ફક્ત દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જ આપવામાં આવી રહી છે. આ સુવિધા એવા વ્યક્તિઓ માટે છે કે, જેઓને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે જગ્યા નથી મળતી અને હોમ આઇસોલેશન દ્વારા પોતાની સારવાર કરાવવા માંગતા હોય.આવી જ સર્વિસ આપતી એક મેડિકલ કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ, દિલ્હી અને મુંબઈમાં રોજના 25 થી 30 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશન માટે સંપર્ક કરે છે.જ્યારે દસથી બાર જેટલા દર્દીઓને અમે હોમ આઇસોલેશનની સુવિધા પૂરી પાડીએ છીએ.જોકે એમણે સારવાર અર્થે રોજના 10,000 રૂપિયા પ્રતિ પરિવાર ચૂકવવાના હોય છે. કોરોનાના દર્દીઓ ને અમે ઓછામાં ઓછું સાત દિવસનું પેકેજ આપીએ છીએ. તેમના આ પેકેજમાં…
1, પહેલા દિવસથી 14માં દિવસ સુધી નિશુલ્ક ડોક્ટર કન્સલ્ટન્સી.
2, ઘર પર નર્સ અને જરૂરી દરેક મેડિકલ ઉપકરણ.
3, પરિવારના સભ્યોને હોમ આઇસોલેશનની ટ્રેનીંગ.
4, દર્દીનું ડોક્ટર દ્વારા મોનિટરિંગ.
5, પાંચ કિલો ઓક્સિજન સિલિન્ડર.
6, કાર્ડિયેક મોનિટર.
7, પીપીઈ કીટ.
8, એન 95 માસ્ક, સેનેટાઈઝર અને ગ્લોવ્સ.
9, ડોક્ટરની consultancy ઓનલાઇન અથવા તો whatsapp પર.
10, થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, સ્ટેથોસ્કોપ, બીપી મશીન અને સ્ટીમર.
જેવી દરેક આ બાબતોનું તો ધ્યાન રાખી તેમની સારવાર કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ સારવાર અર્થે નિયુક્ત કરાયેલા કર્મચારીઓ અને નર્સના ઇન્સયોરન્સ પણ કરાવવામાં આવે છે.