Site icon News Continuous Bureau | Mumbai

વાવાઝોડું લાવ્યું મુંબઈના દરિયાકિનારા પર ટનબંધ કચરો મુંબઈની ચોપાટી પરથી ચાર દિવસમાં મુંબઈ BMCએ સાફ કર્યો 153 મૅટ્રિક ટન કચરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

તાઉતે વાવાઝોડાએ ખાનાખરાબી સર્જવાની સાથે જ મુંબઈની ચોપાટીઓ પર મોટા પ્રમાણમાં ગંદકી ઠાલવી હતી. ચાર દિવસમાં BMCએ મુંબઈની સાતે ચોપાટી પર રાત-દિવસ સફાઈ કરી હતી અને અધધધ કહેવાય એટલો 153 મૅટ્રિક ટન કચરો સાફ કર્યો છે.

પર્યટકોની અત્યંત માનીતી ગિરગાંવ ચોપાટી, દાદર, ચિંબઈ, જુહુ, વર્સોવા, મઢ અને ગોરાઈ આ સાત ચોપાટી મુંબઈમાં છે. આ સાતે ચોપાટીની કુલ લંબાઈ 36.5 કિલોમીટર જેટલી છે. વાવાઝોડાને પગલે મોટા પ્રમાણમાં આ ચોપાટીઓ ઉપર કચરો ઢસડાઈ આવ્યો હતો. સામાન્ય રીતે BMC દ્વારા પ્રતિદિન આ ચોપાટીઓની સફાઈ કરવામાં આવતી હોય છે. સફાઈ માટે પાલિકાએ અહીં ટ્રૅક્ટર, ટ્રૉલી, કૉમ્પેક્ટર જેવી મશીનરી પણ રાખી છે. જોકે  15 મેથી 18 મે, 2021 આ ચાર દિવસ વાવાઝોડાને પગલે મોટા પ્રમાણમાં કચરો કિનારા પર જમા થયો હતો. પાલિકાએ અહીં વધારાના કર્મચારીઓને નીમ્યા હતા. મોટા પાયા પર સફાઈકામ હાથમાં ધરીને ચોપાટીઓને પહેલાં જેવી સ્વચ્છ બનાવી દીધી હતી.

ચાર દિવસમાં ચોપાટીઓ પરથી સાફ કરવામાં આવેલો કચરો :

15 મે, 2021 :    33,110 કિલોગ્રામ

16મે, 2021 :    39,610 કિલોગ્રામ

17મે, 2021 :  19,100 કિલોગ્રામ

18મે, 20121 :  62,010 કિલોગ્રામ

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version