409
Join Our WhatsApp Channel
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં કોરોનાની વેક્સીન માટે રીતસરની પડાપડી થઇ રહી છે. અનેક જગ્યાએ લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. કાંદીવલી પશ્ચિમમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલ ની બહાર 500 માણસનું ટોળું ઊભું છે. આ ઉપરાંત અનેક લોકો એવા છે જેમણે વેક્સિન નો પહેલો ડોઝ લઈ લીધો છે પરંતુ બીજો ડોઝ મેળવવા માટે તેઓ અનેક હોસ્પિટલ ફરી રહ્યા છે. વાત એમ છે કે હાલ પ્રશાસન થોડું ઢીલું પડી ગયું છે અને બીજી તરફ વેક્સિન ની પણ કમી છે. જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મોટા સમાચાર : મુંબઈ શહેરમાં વાહનો પર લાલ, પીળા અને લીલા સ્ટીકર ની સિસ્ટમ રદ કરવામાં આવી.
કાંદિવલીમાં વેક્સિન લેવાવાળા માટે ચિંતાજનક સ્થિતિ…. https://t.co/E2rJkLD5Jt
— news continuous (@NewsContinuous) April 24, 2021
You Might Be Interested In
